જુહાર ની વિગતો

મોતા નુખ ના બિદડા મુકામે કુળદેવી શ્રી સચ્ચા મા અને ચંડેશ્વરી મા ને નમતા ભાવિકો માટે જુહાર ની વિગતો



વાર્ષિક જુહાર

·       કુળદેવી સચ્ચા મા ને 2।। (અઢી) પાટી ઘઉં ના લાડુ (14 મકલ બનાવવી)
·       નાની પાટી તલપીંડો (7 મકલ બનાવવી)
·        એક જોડ શ્રીફળ વધેરવા અથવા શ્રીફળ ના પૈસા દાન પેટી માં નાખવા 
·       મેરીઆ ના 1 (સવા) પાટી લાપસી અથવા શીરો
·       વાર્ષિક જુહાર આસો વદ અમાસ (દિવાળી) અથવા કારતક સુદ પૂનમ ના થાય
·     ચૈત્ર અને આસો બન્ને મહિના માં દર વર્ષે પોતાના ઘરે નવરાત્રી દરમ્યાન આઠમ ના દિવસેમાતાજી ને 1(સવા) પાટી લાપસી નો નૈવેધ થાય 
·    નવરાત્રી માં દેશ માં કે બહારગામ જ્યાં હો ત્યાં નૈવેધ કરવા
·    વાર્ષિક જુહાર કરવા થી પહેલા નવરાત્રી માં નૈવેધ જરૂર થી કરવા 

લગ્ન વખતે માતાજી ની ઝીણીઓ બાબત

·   લગ્ન વખતે માતાજી ને ઉઠાડવા આવે ત્યારે ઝીણીઓ ચાર ખોંભા ની, એક પથારી લસ્સા ની, ખેતરપાળ માટે લીટી વાળો સફેદ કપડો લાવવાનો. 1પાટી નું જમણ, 1 કિલો ગોળ, ગરત (ઘી) 1 રૂપિયા નું (1પાટી ના પ્રમાણસર), 1 શ્રીફળ સાથે લાવવું.
·        માતાજી પાછા લાવે ત્યારે 1। (સવા) કિલો સુખડી સાથે લાવવી.

લગ્ન વખતે જુહાર ની વિગતો

·     ઘર માં પહેલા લગ્ન હોય તો 2 (બે) રાત દેવ જાગે. 5 (પાંચ) પાટી લાડુ, 5 (પાંચ) પાટી લાપસી, 2।। (અઢી) પાટી તલપીંડો આ પ્રમાણે 2 (બે) દિવસ કરવા.
·      લગ્ન વખતે માતાજી ને પોતાને ઘરે બેસાડતી વખતે 5 (પાંચ) પાટી લાપસી કરવી તથા બીજે દિવસે જુહાર કરવા અને ઝીણીઓ બદલાવવી.
·    લગ્ન પતી ગયા પછી માતાજી ને સ્થાનિક ઉપર બિદડા તુરંત મોકલી આપવા. માતાજી જવાબદાર વ્યક્તિ સાથે મંગાવવા તથા મોકલવા.
                                                                                                   
મુંડન ની વિગતો

·        પહેલા છોકરા ના લગ્ન વખતે પહેલા મુંડન થાય. મુંડન ના 1(એક) દિવસ દેવ જાગે.
·        1(એક) સઇ ની લાપસી. 1 (એક) સઇ = 32 (બત્રીશ) પાટી

ચીરજુહાર ની વિગતો

·      પહેલા છોકરા ના ચીરજુહાર અડધા બિદડા ગામે થાય અને અડધા ગુંદાલા માતાજી ના મૂળ સ્થાનકે થાય. બે ઠેકાણા વચ્ચે 10 (દસ) પાટી  લાપસી, 5 (પાંચ) પાટી તલપીંડો, 5 (પાંચ) પાટી ગુગરી.
·       આ નૈવેધ અડધો ગુંદાલા અને અડધો બિદડા થાય.
     તા. ક. બન્ને ઠેકાણે ગોળ તથા ઘી ની પાંચ-પાંચ વટી ભરવી

છેડાછેડી ની વિગતો

·       પહેલા છોકરા ની છેડાછેડી ગુંદાલા માતાજી ના મૂળ સ્થાનકે છૂટે.
·       1 જોડી શ્રીફળ તથા ગમે તેટલી પહેડી કરવાની.


નોંધ:

1. 1 પાટી = 1 કિલો / 1નાની પાટી = 400 ગ્રામ
2. જે પરિવાર માં બાળકો ના ચીરજુહાર બાકી હોય તો તે પરિવારે વાર્ષિક જુહાર કરવા પહેલા ચીરજુહાર કરી લેવા.
3. જો કોઈ પરિવાર માં દાદા પેટ ના સંબંધ સુધી જો જન્મ કે મરણ પ્રસંગ થયો હોય તો તેના 40 દિવસ સુધી તે પરિવાર માં વાર્ષિક જુહાર ન થાય.


For Printable version click here




મોતા નુખ ના જય માતાજી

2 comments:

  1. 1 Patti = 1 Kg approx
    Nani pati talpindo = 400 gm talpindo
    Ghee should be as per required and not of Rs 1.

    ReplyDelete